Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું આઠમા એગ્રી એશિયા પ્રદર્શન અને સેમિનારનું ઉદઘાટન

Live TV

X
  • ખેડૂતોએ પોતાની આવક બમણી કરવા માટે ખાતર, બિયારણ અને સૌર ઉર્જાના ક્ષેત્રે આધુનિક બનવા કર્યો અનુરોધ.

    ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઠમા એગ્રી એશિયા પ્રદર્શન અને સેમિનારનું ઉદઘાટન કર્યુ હતું. ઉદઘાટન પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ ક્હ્યું હતુંકે ખેડૂતોએ પોતાની આવક બમણી કરવા માટે ખાતર, બિયારણ અને સૌર ઉર્જાના ક્ષેત્રે આધુનિક બનવું પડશે. તેમણે કહ્યું હતુંકે ખેડૂતને આર્થિક રીતે સક્ષમ અને સજજ બનાવવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. કૃષિપેદાશોની ટેકાના ભાવ કરતાં વધુ ભાવે ખરીદી કરીને રાજ્ય સરકારે પરિણામલક્ષી નિર્ણયો કર્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું.તેમણે કહ્યું હતુંકે સિંચાઇ માટેનું પાણી યોગ્ય માત્રામાં મળી રહે તે માટે ચેકડેમ, નર્મદાયોજના, સૌની યોજના અને સુજલામ સુફલામ યોજનાની સરકારે આયોજનબધ્ધ કામગીરી કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply