રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા યોજાયા ધરણા કાર્યક્રમો
Live TV
-
નવસારી નગર પાલિકાના પટાંગણમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કાર્યકમ યોજવામાં આવ્યો હતો
આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમો યોજાયા છે ત્યારે નવસારીમાં જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી નગર પાલિકાના પટાંગણમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કાર્યકમ યોજવામાં આવ્યો હતો. આ ધરણામાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સાથે કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ ધરણામાં ખેડુતોના વિવિધ પ્રશ્ને તેમાંય ખાસ કરીને દેવા માફીના મુદ્દે, ટેકાના ભાવો નર્મદાના નીર જેવા મુદ્દાઓ પર વિરોધ દર્શાવ્યો હતો.
