Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં 12 હજાર 660 લાભાર્થીઓને લાભ આપી ભરૂચ જીલ્લો મોખરે

Live TV

X
  • કેન્દ્રના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા અપાયો એવોર્ડ

    ભરૂચ જિલ્લામાં ર૦૧૭-૧૮ના વર્ષમાં ૧૨૬૬૦ લાભાર્થીઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અન્વયે રૂ. ૩ કરોડ ૫૫ લાખનો લાભ આપવામાં આવ્યો છે. ગુજરાતના ભરૂચ જિલ્લાને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના અમલીકરણમાં ર૦૧૮ના વર્ષમાં પશ્ચિમ ક્ષેત્રોના રાજ્યોમાં શ્રેષ્ઠ જિલ્લો-બેસ્ટ પરફોર્મીંગ ડિસ્ટ્રીકટનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. ભારત સરકારે સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ નવજાત શિશુઓના આરોગ્ય અને પોષણની સ્થિતિમાં સુધાર લાવવાના ઉદાત્ત ભાવ સાથે આ યોજના દેશવ્યાપી શરૂ કરાવી છે. આ યોજના હેઠળ ગર્ભાવસ્થાથી લઇને પ્રસુતિ સુધીના સમય દરમ્યાન વિવિધ તબક્કે કુલ રૂ. ૫૦૦૦ની સહાય સીધી જ લાભાર્થીને આપવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અમલીકરણની ભરૂચ જિલ્લાની ટીમને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે. ભરૂચ જિલ્લામાં ર૦૧૭-૧૮ના વર્ષમાં ૧૨૬૬૦ લાભાર્થીઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અન્વયે રૂ. ૩ કરોડ ૫૫ લાખનો લાભ આપવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં ૩ લાખ ૨૩ હજાર ૧૬પ લાભાર્થીઓ આ માતૃવંદના યોજનામાં જાન્યુઆરી-ર૦૧૭થી અત્યાર સુધીમાં આવરી લઇને કુલ રૂ. ૭૮ કરોડ ર૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply