પૂર્વ યુ.એન. સેક્રેટરી જનરલ બાન કી મૂન અને નોર્વેના પૂર્વ પ્રધાનમંત્રી સુ ગ્રો ર્હેલેમ બ્રુન્ટલેન્ડ CMને મળ્યા
Live TV
-
ગુજરાતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને જરૂરતમંદ ગરીબ પરિવારો માટે જે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેની પ્રસંશા કરી હતી
પૂર્વ યુ.એન. સેક્રેટરી જનરલ બાન કી મૂન (Ban Ki-moon) અને નોર્વેના પૂર્વ પ્રધાનમંત્રી સુ ગ્રો ર્હેલેમ બ્રુન્ટલેન્ડ (Gro Harlem Brundtland)એ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગાંધીનગરમાં સૌજ્ન્ય મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ, આરોગ્ય કમિશનર ડૉ. મતી જ્યંતિ રવિ અને ગૌરવ દહીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.સીએમ સાથેની મુલાકાતમાં તેમણે ગુજરાતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને જરૂરતમંદ ગરીબ પરિવારો માટે જે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેની પ્રસંશા કરી હતી.બાન કી મૂન અને ગ્રો ર્હેલેમ બ્રુન્ટલેન્ડએ ગાંધીનગર જિલ્લાના ઉનાવાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની પ્રત્યક્ષ મુલાકાત પણ લીધી હતી.આ બંને મહાનુભાવો હાલ ધ એલ્ડર્સ ગૃપ જે નેલ્સન મન્ડેલાએ 11 વર્ષ પહેલાં સ્થાપેલું છે તેના ઉપક્રમે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ તથા સ્વાસ્થ્ય ક્ષેત્રે રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણની પ્રવૃત્તિઓથી પરિચિત થવા ગુજરાત આવ્યાં છે.
