શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગ્રામ વિકાસ મંત્રી બચુ ખાબડે નર્મદા યોજનાના અસર ગ્રસ્તો સાથે બેઠક કરી
Live TV
-
આગામી સમયમાં 500 ટેન્ટની સીટી બનશે - ભુપેન્દ્રસિંહ ચુડાસમા
કેવડિયા કોલોની સર્કિટ હાઉસ ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગ્રામ વિકાસ મંત્રી બચુ ખાબડે નર્મદા યોજનાના અસર ગ્રસ્તો સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં નર્મદા યોજનાના અસરગ્રસ્તોની માંગણીઓ અને રજૂઆત વિસ્તારથી સાંભળી હતી. બેઠકમાં સરકારનો પક્ષ રજૂ કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, આગામી સમયમાં 500 ટેન્ટની સીટી બનશે. ઉપરાંત સ્થાનિકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગાઈડ તરીકે રોજગારી આપવામાં આવશે.સાથે નર્મદા યોજનાની 220 જેટલી વસાહતોમાં 4337 LED લાઈટ નાખવામાં આવશે. આ ઉપરાંત સવા કરોડના ખર્ચે આ વસાહતોમાં રાજ્ય સરકારનાં પાણી પુરવઠા વિભાગ દ્વારા , 89 કરોડના ખર્ચે આ વસાહતોમાં ઘરે ઘરે પીવાના પાણીની પાઈપલાઈન પણ આપવામાં આવશે.બેઠકમાં ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યુ કે, ખાસ પ્રકારના સમુહ દ્વારા અસરગ્રસ્તોને ગેર માર્ગે દોરવામાં આવી રહ્યો છે જે બંધ થવું જોઈએ.
