Skip to main content
Settings Settings for Dark

રાજકોટના આજી ડેમમાં સૌની યોજના હેઠળ નવા નીર આવતા જળસંકટ દૂર થયુ

Live TV

X
  • સૌની યોજના મારફતે આજીડેમમા 735 મેગા ક્યુબેક ફિટ પાણી ઠાલવામાં આવશે અને ફરી એક વખત આજી ડેમને છલકાવવામાં આવશે

    રાજકોટ પર તોળાતું જળસંકટ દૂર થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજી ડેમમાં સૌની યોજના હેઠળ નવા નીર ભરવાની સૂચના આપવામાં આવી છે. સૌની યોજના અંતર્ગત રાજકોટ શહેરની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે મચ્છુ ડેમથી ત્રમ્બા ખાતે 31 કિલોમીટરની પાઇપલાઇન મારફત નર્મદાના નીર પહોંચ્યાં છે. મચ્છુ ખાતે 1750 હોર્સ પાવરના બે પમ્પ મુકવામાં આવ્યા છે. જેના થકી ત્રમ્બા અને ત્યાંથી આજીડેમ સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. રાજકોટના જીવાદોરી સમાન આજીડેમમાં 200 મેગા ક્યુબેક ફિટ એટલે કે 15 દિવસ ચાલે એટલું પાણી છે. જ્યારે આજીડેમની જળ ક્ષમતા 930 મેગા ક્યુબેક ફિટ છે. ત્યારે સૌની યોજના મારફતે આજીડેમમા 735 મેગા ક્યુબેક ફિટ પાણી ઠાલવામાં આવશે અને ફરી એક વખત આજી ડેમને છલકાવવામાં આવશે. આમ રાજકોટ શહેર પર તોળાતું જળસંકટ દૂર થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply