રાજકોટ સાયબર સેલે 1349 ચોરાયેલા મોબાઈલ શોધી કાઢ્યા
Live TV
-
મોબાઈલ ચોરને શાપર નજીકથી ઝડપી પાડ્યો
રાજકોટ શહેરના સાઈબર સેલ દ્વારા ઉમદા અને સરાહનીય કામગીરી કરવામાં આવી છે., રાજકોટ સાયબર સેલ દ્વારા આઠ મહિનામાં રૂપીયા 1.76 કરોડના 1349 ચોરાયેલા મોબાઈલ ફોન શોધી લેવામાં આવ્યાં છે. રાજકોટ સાયબર સેલ દ્વારા જૂન 16 થી અત્યાર સુધીમાં કુલ 4000 થી વધુ અને 4.5 કરોડની કિંમતના મોબાઈલ ફોન શોધીને મોબાઈલ ફોનના માલિકને પરત કરવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, રાજકોટના મેળામાં ભાવિન સોલંકી નામના યુવાનનો મોબાઈલ ચોરાયો હતો, પરંતુ તેણે ઓટોકોલ રીસીવર નામના સોફ્ટવેરની મદદથી મોબાઈલ ચોરનું લોકેશન જાણી લીધા પછી પોલીસની મદદથી મોબાઈલ ચોરને શાપર ખાતેથી ઝડપી પાડ્યો અને પોલીસે આ ચોર પાસેથી અન્ય 17 ચોરાયેલ મોબાઈલ પણ કબ્જે કર્યા છે.
