સરદાર સરોવર ખાતે નિર્માણ પામી રહેલું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આખા દેશ માટે ગૌરવની બાબત: મુખ્યમંત્રી રૂપાણી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સરદાર સરોવર ખાતે નિર્માણ પામી રહેલું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આખા દેશ માટે ગૌરવની બાબત બનશે. મુખ્યમંત્રી રૂપાણી દિલ્લી ખાતે ભાજપ કાર્યકારિણી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ૩૧મી ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રની એકતા અને અંખડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે. આ માટે ગુજરાત પોતાને સદભાગી માને છે. મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે ,કોંગ્રેસે હંમેશાં સરદારને હાંસિયામાં રાખ્યા હતા.
