Skip to main content
Settings Settings for Dark

ઓખાઃ ભરઉનાળે સરકારી પાઈપલાઈનોમાંથી પાણીચોરી કરતાં 5 શખ્સો સામે ફરિયાદ

Live TV

X
  • પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

    હાલ આકરો ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે ઓખા મંડળમાં સરકારી પાઇપ લાઈનમાં ભંગાણ કરી ચોરી કરતા તત્વો સામે 4.34 લાખના પાણીની ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પાણી ચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ મામલે પાંચ શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે.

    દેવભૂમિ દ્વારકાના ઓખા પંથકમાં ઘણા સમયથી પાણી ચોરીની રંઝાડ હોઈ ઓખા નજીક હામુશર ગોરીયાળી ગઢેચી ગામના પાંચ શખ્સો સામે ડેમથી આવતી પાણી પુરવઠાની લાઈનોમાં ભંગાણ કરી આ પાણી પોતાના અંગત વપરાશ માટે ઉપયોગ લેતા હોવાની ફરિયાદ થતાં પોલીસ આ શખ્સો વિરુદ્ધ ફોજદારી પગલાં લેશે.

    પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચેકિંગ કામગીરી ચાલતી હોવાથી ગેરકાયદેસર પાણી ચોરી સામે પગલાં લેવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply