સરહદી ગામોમાં સૈનિક શાળાઓ શરૂ કરવાની CM વિજય રૂપાણીની જાહેરાત
Live TV
-
રાજયના યુવાનોને સૈન્યમાં જોડાવાની પ્રેરણા મળે તે હેતુથી સરહદી ગામોમાં સૈનિક શાળાઓ શરૂ કરવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી - કચ્છની ખાવડા બોર્ડરની મુલાકાતમાં જવાનો માટે એરકુલર તથા વોટરકુલરની ઉપલબ્ધ કરાવી સુવિધા - ભેડિયાબેટ હનુમાન મંદિરનો પુનઃનિર્માણનો પણ કર્યો શિલાન્યાસ
મુખ્યમંત્રી વિજય રૂપાણી એક દિવસની કચ્છ મુલાકાતે હતા.જ્યાં તેમણે કપરી પરિસ્થિતિમાં સીમાની સુરક્ષા કરતા બી.એસ.એફ.ના જવાનોને, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની ૧૦ લાખની ગ્રાન્ટ તેમજ અન્ય દાતાઓના સહયોગથી ૨૭૫ જેટલા એર કુલર અને ૧૦૦ જેટલા વોટર કૂલર ભેટ આપ્યા હતા. ઉપરાંત કચ્છ સરહદ પર હનુમાનજીનું મંદિર છે. જેના રૂ. ૨ કરોડના ખર્ચે પુન:નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો.આ સાથે દેશની સુરક્ષાની ફરજ બજાવતા સૈનિકોની કોઇપણ જરૂરિયાત પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ઉપરાંત રાજ્યના યુવાનો સૈન્યમાં જોડાય તે માટે મુખ્યમંત્રીએ સરહદના ગામોમાં સૈનિક શાળાઓ ખોલવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે તાજેતરમાં કચ્છના શિકરા ગામ અને અંજારના ખેડોઈ નજીક અકસ્માતમાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, બન્ને પરિવારને કુલ રૂ. ૧૫ લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી
