મહેસાણાઃ ઘાટલોડિયાના 3 યુવાનોનું વાઘડી ખાતે ડૂબી જવાથી મોત
Live TV
-
મહેસાણા જિલ્લાના વાઘડી ખાતે સાબરમતી નદીમા ન્હાવા પડેલા ત્રણ યુવાનોનું ડૂબી જવાથી મોત થયું છે.
મહેસાણા જિલ્લાના વાઘડી ખાતે સાબરમતી નદીમા ન્હાવા પડેલા ત્રણ યુવાનોનું ડૂબી જવાથી મોત થયું છે. વાઘડી ખાતે સાબરમતી નદીમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના 6 યુવાનો ન્હાવા માટે પડ્યા હતા, જેમાંથી ત્રણ યુવાનોનું ડૂબી જવાથી મોત થયું છે.
અન્ય ત્રણ યુવાનોને ગ્રામજનોએ બચાવી લીધા હતા. અમદાવાદના આ યુવાનો નદીમાં ન્હાવા જઈને મજા માણવા ગયા હતા, પરતુ તેમની મજા સજામાં ફેરવાઈ ગઈ હતી. ડૂબીને મૃત્યુ પામેલા યુવાનોમાં ભવ્ય પટેલ, પટેલ આયુષ અને પટેલ મિહિર સામેલ છે.
તરવૈયાઓ દ્વારા ડૂબેલા યુવકોની લાશો બહાર કઢાતાં લોકોના ટોળા થઈ ગયા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
