ઓછો વરસાદ થયો છે તે જીલ્લામાં નર્મદાની બાયપાસ કેનાલ દ્વારા પાણી પુરૂ પાડવામાં આવશેઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
Live TV
-
જે જિલ્લામાં ઓછો વરસાદ થયો છે ત્યાં નર્મદાની બાયપાસ કેનાલ દ્વારા પાણી પુરૂ પાડવામાં આવશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે જે જિલ્લામાં ઓછો વરસાદ થયો છે ત્યાં નર્મદાની બાયપાસ કેનાલ દ્વારા પાણી પુરૂ પાડવામાં આવશે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓ હજી વરસાદ વિના કોરા છે પરંતુ ઉપરવાસમાં વરસાદ થતા નર્મદા નદીમાં પાણીની આવક થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્યમંત્રી સહિત આખું વહીવટી તંત્ર કાર્યરત છે અને રાહતની કામગીરી ચાલી રહી છે.
