ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રૂપની સાપ્તાહિક બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિનું કરાયું અવલોકન
Live TV
-
વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા N.D.R.F.ની કુલ 20 ટીમને એલર્ટ કરાઈ છે તો રસ્તાની સ્થિતિ પૂર્વવત કરવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રૂપની સાપ્તાહિક બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિનું અવલોકન કરતાં હવામાન નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્રના દીવ, પોરબંદર, અમરેલી, રાજકોટ, દેવ ભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ, દક્ષિણ અને મધ્ય ગુજરાત ના ડાંગ, સુરત, વલસાડ, નવસારી, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, આણંદ, ખેડા તેમજ ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. રાહત નિયામક અને અધિક સચિવ M.R.કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા N.D.R.F.ની કુલ 20 ટીમને એલર્ટ કરાઈ છે. વડોદરા, જામનગર, અને અમદાવાદ ખાતે વાયુદળની ટીમ બચાવ કામગીરી માટે તૈયાર રખાઈ છે. હાલમાં વધુ વરસાદવાળા વિસ્તારમાં વીજળી અને રસ્તાની સ્થિતિ પૂર્વવત કરવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર તંત્ર સજ્જ છે તેમ રાહત નિયામકશ્રીએ ઉમેર્યું હતું...
