સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ
Live TV
-
રાજ્યના 57 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદના કારણે 13 જળાશયો એલર્ટ પર છે તેમજ 5 ડેમ છલકાવાની શકયતા સાથે એલર્ટ આપવામાં આવ્યું
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહ્યું છે અને રાજ્યના 57 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં દ્વારકાના ખંભાળિયા જિલ્લામાં સૌથી વધુ 412 મિલીમીટર એટલે કે સાડા સોળ ઇંચ વરસાદ નોંધાયો છે.વરસાદને પગલે ખંભાળિયા પંથકના કુબેર વિસોત્રી ગામના તળાવની દીવાલ તૂટતા ગામમાં પાણી ફરી વળ્યું હતું. જૂનાગઢ પંથકમાં પણ વરસાદને પગલે ઓજત ખોરાસા સહિત ડેમના દરવાજા ખોલતા નીચાણ વાલા ઘેડ પંથકમાં પાણી ભરાયા હતા. વરસાદને કારણે રાજ્યના 13 જળાશયો એલર્ટ પર છે તેમજ 5 ડેમ છલકાવાની શકયતા સાથે એલર્ટ આપવામાં આવ્યું છે..
