ઓટો હબ તરીકે ગુજરાતના વિકાસને પ્રોત્સાહિત કરવા ATVCનું આયોજન
Live TV
-
વડોદરામાં 15થી 20 ફેબ્રુઆરી સુધી અરાવલી ટેરેન વ્હિકલ સ્પર્ધા યોજાશે
પ્રધાનમંત્રીના સ્કીલ ઇન્ડિયા સહિતના વિવિધ ૬ અભિયાનોને પીઠબળ આપવા અને ઓટો હબ તરીકે ગુજરાતના વિકાસને પ્રોત્સાહિત કરવા આગામી 15થી 20 ફેબ્રુઆરી સુધી એ.ટી.વી.સી.નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમ વખત વડોદરામાં અને દેશમાં પ્રથમ વખત જિલ્લા વહીવટી તંત્ર ઔદ્યોગિક મંડળો અને ઉદ્યોગો તથા ઇજનેરી અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓના સહયોગથી અરાવલી ટેરેન વ્હિકલ સ્પર્ધા 2020 યોજાઈ રહી છે. આ સ્પર્ધામાં ભારતના 16 રાજ્યોની 100 જેટલી ઇજનેરી કોલેજોનાં 2500 જેટલા વિદ્યાર્થીઓ ટીમ બનાવીને ભાગ લેશે. એની સાથે એચ.આર.સમિટ અને જીનીયસ ટોક પણ યોજાશે. ભાગ લેનારી ટીમોએ 305 સીસી એન્જિન કેપેસિટી સહિતના 6 જેટલા સ્પેસિફિકેશનોને અનુસરીને, વાહન ચાલક સહિત 108 કેજી. ભાર વહન માટે સક્ષમ વાહન બનાવવાનું રહેશે.આ સ્પર્ધામાં ખડતલ છતાં હળવા વજનવાળા વાહન માટે ખાસ ઈનામ આપવામાં આવશે. ઓછા બળતણના વપરાશે વધુ માઈલેજ જેવા નિર્ણાયક માપદંડો રાખવામાં આવ્યા છે.
