31મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન
Live TV
-
સાહસીકતાનું ઉદાહરણ પુરું પાડતી અને પ્રતિવર્ષ યોજાતી રાષ્ટ્રીય કક્ષાની ૩૧મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધાનું ચોરવાડથી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં બુધવારે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 19 સાહસિક તરવરીયાએ ભાગ લીધો હતો. ચોરવાડ થી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં 21 નૉટીકલ માઇલની સ્પર્ધામા12 યુવાનોએ જ્યારે આદ્રીથી વેરાવળની 15 નૉટીકલ માઇલની તરણ સ્પર્ધામાં 7 બહેનૉએ ભાગ લીધો હતો. તરવૈયાઓને ખાસ પ્રકારની સુવિધા પણ પુરી પાડવામાં આવી હતી. સમુદ્રમાં દરેક સ્પર્ધકની સાથે એક-એક નાની હોડીમાં તબીબ સહિત મેડીકલ સેવા તેમજ ઈફ સેવીયર્સ, ગનમેન, બોટમેન, મેનેજર અને દરિયાઈ જીવજંતુઓ સ્પર્ધકને હાની ન પહોંચાડે તે માટે શાર્ક રેપલન્ટની વિશેષ પ્રકારની ઈમરજન્સી સુવિધા ઉભી કરવામાં આવી હતી..
