ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રી જેસન કેલરની ગુજરાતની મુલાકાતનો બીજો દિવસ
Live TV
-
ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રી જેસન ક્લેરની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જેસન ક્લેર અને ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગિફ્ટ સિટી ની મુલાકાત લીધી હતી. ગિફ્ટ સિટી હાઉસ ખાતે ગિફ્ટ સિટી નાં ચેરમેન હસમુખ અઢિયા એ બંને મંત્રીઓને આવકાર્યા હતા.
ત્યારબાદ બંને મહાનુભાવોએ "આરંભ-ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટી ઈન ઈન્ડિયા " કાર્યક્રમ અંતર્ગત ગીફ્ટ સીટી ખાતે નિર્માણાધિન ડેકીન યુનિવર્સિટી ની સાઈટ ની મુલાકાત લીધી હતી. બંને મંત્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવો એ યુનિવર્સિટીનાં ચિત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.
તો યુનિવર્સિટી ઓફ વોલોગોંગ ની સાઈટ ખાતે આરતી ઉતારી બંને મંત્રીઓ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, પહેલીવાર ભારતમાં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીનું કેમ્પસ ખુલી રહ્યું છે. તો શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, પ્રધાનમંત્રીનું ન્યુ ઇન્ડિયા નું વિઝનનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.