સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ બનશે: CM
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક 'સુરત ડાયમંડ બુર્સ' જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે સાંજે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સમક્ષ 'સુરત ડાયમંડ બુર્સ'નું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. સુરતના ખજોદ ખાતે અંદાજે 14.38 હેક્ટર જમીનમાં પથરાયેલું આ ડાયમંડ બુર્સ 15 માળના નવ ટાવર સાથે 6.60 લાખ સ્ક્વેર મીટરની વિશાળ ફ્લોર સ્પેસ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'સુરત ડાયમંડ બુર્સ' વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ તેમજ મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, આના પરિણામે દેશ-વિદેશના ડાયમંડ વેપારીઓને વર્લ્ડ ક્લાસ ટ્રેડ સેન્ટર મળશે અને તેનો સીધો લાભ દેશ તથા રાજ્યના અર્થતંત્રને મળવા ઉપરાંત અનેક રોજગાર અવસરો ઊભા થશે.
મુખ્યમંત્રીએ સુરત ડાયમંડ બુર્સ સાથે ડ્રીમ સિટી પ્રોજેક્ટની પણ સમીક્ષા કરી હતી અને વિવિધ પ્રોજેક્ટની વિગતો અધિકારીઓ પાસેથી મેળવી હતી. આ સિવાય મુખ્યમંત્રી ભારતીય નૌ સેનાના વોરશીપ 'સુરતના ક્રેસ્ટ' અનાવરણ માટે સુરતની મુલાકાતે હતા. તથા જિલ્લા-શહેરના તંત્રવાહકો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.