કંડલા પોર્ટ ખાતે નેશનલ મેરિટાઇમ ડેની ઉજવણી કરાઇ
Live TV
-
કાર્ગો હેન્ડલિંગથી લઇ અને આગામી સમયમાં હાથ ધરાનાર પ્રોજેક્ટ સહીતની માહિતીઓ આપવામાં આવી
નેશનલ મેરિટાઇમ ડેના ઉપલક્સમાં દેશના મહા બંદરો પેકીનાં દીનદયાળ કંડલા પોર્ટ ટ્રસ્ટના ઉપક્રમે ગાંધીધામ ખાતે ઉજવણીનું આયોજન કરવા આવ્યું હતું. જેમાં કંડલા પોર્ટ ટ્રસ્ટની હાલની સિદ્ધિ,કાર્ગો હેન્ડલિંગ ક્ષમત્તા અને આવનારા દિવસમાં નવું સાહસ કરવા માં આવશે તેવું દીનદયાળ કંડલા પોર્ટના ડેપ્યુટી ચેરમેન અલોક સિંઘ એ જણાવ્યું હતું.
દીનદયાળ કંડલા પોર્ટ દેશના પ્રમુખ ઉદ્યોગોના ઈમ્પોર્ટ એક્સપોર્ટ માટેનું હબ બની ચૂક્યું છે. નેશનલ મેરીટાઈમ ડે નિમિતે ગાંધીધામ ખાતે દીનદયાળ કંડલા પોર્ટના વાર્ષિક વિવિધ વિકાસલક્ષી પ્રયાસોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્ગો હેન્ડલિંગ થી લઇ અને આગામી સમયમાં હાથ ધરાનાર પ્રોજેક્ટ સહીતની માહિતીઓ આપવામાં આવી હતી. તથા દીનદયાળ કંડલા પોર્ટ અત્યાર સુધીમાં જે સિદ્ધિઓ હાંસિલ કરી છે, તેની માહિતીઓ આપવામાં આવી હતી. પોર્ટ દ્વારા મેક ઈન ઇન્ડિયા અંતર્ગતના કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી. આગામી સમયમાં દેશના વિકાસ માટે દીનદયાળ કંડલા પોર્ટ કટિબંધ છે. દીનદયાળ કંડલા પોર્ટ આગામી સમયમાં હજુ વધુ સિદ્ધિ હાંસિલ કરશે તેવું ડેપ્યુટી ચેરેમને અલોક સિંઘ એ જણાવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં 110 એમ.એમ.ટી. કાર્ગો હેન્ડલીંગ કરી દીનદયાળ કંડલા પોર્ટ દેશમાં પોતાનું પ્રથમસ્થાને જાળવી રાખ્યું છે. બંદર વપરાશકારો, પોર્ટના કર્મચારી, અધિકારીઓના અથાક પ્રયાસને કારણે સિદ્ધિ હાંસિલ કરી હતી. આ પ્રસંગે ડેપ્યુટી ચેરમેન આલોકસિંઘ , સચિવ બિમલ કુમાર ઝા અને કંડલાપોર્ટ ના વપરાશકરો ઉપસ્થિત રહ્યા હતા.