કચ્છઃ નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ, 50 લાખ લિટર પાણીનો વ્યય
Live TV
-
કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્યલાઇન પાસેના મેનહોલમાં એકાઅેક ભારે દબાણ આવતાં જોશભરે પાણીનો ધોધ વછુટતાં પાણીનો મોટો ગુંબજ બની ગયો હતો.અેક અંદાજ અનુસાર આ ઘટનાના કારણે 50 લાખ લિટર પાણીનો વ્યય થતાં આસપાસના વિસ્તારમાં તળાવનું નિર્માણ થઇ ગયું હતું.
ગઈકાલે ભચાઉ ના ચિરઈ ગામ નજીક નર્મદા પાઇપલાઇન માં ભંગાણ સરજયું છે... પાઇપલાઇન જૂની થઈ હોવા થી સડો લાગી જતા પાઇપલાઇન માં લીકેજ થયો અને લીકેજ થી પાણી નો ધોધ વહી નીકળ્યો છે...લાખો લીટર પાણી વેડફાઇ રહ્યું છે...પાઇપલાઇન માંથી લેકેજ થતા પાણી નો પ્રવાહ તળાવ માં પરિવર્તિત થઈ ચૂક્યો છે..એક બાજુ પાણી ની અછત છે..તો બીજી બાજુ નર્મદા પાઇપલાઇન માં લીકેજ થતા લાખો લીટર પાણી નું વેડફાટ થયું હતું....વધારે પાણી નો વેડફાટ ન થાય તે માટે મોડી સાંજે તે પાઇપલાઇન નો પાણી પ્રવાહ બંધ કરી દેવાયો હતો..આજે પાઇપલાઇન નું સમારકામ હાથ ધરાયુ છે