ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ રાજ્યસભા માટે ઉમેદવારી પત્રો ભર્યા
Live TV
-
ભાજપમાં રૂપાલા, માંડવીયા અને કિરીટ સિંહ રાણા તો કોંગ્રેસમાં રાઠવા, અમી યાજ્ઞિક અને પી.કે.વાલેરાએ ઉમેદવારી નોંધાવી.
16 રાજ્યોની 58 રાજ્ય સભા બેઠકો માટે ઉમેદવારી પત્રક ભરવાના આજના અંતિમ દિવસે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે નાટયાત્મક રીતે ત્રણ-ત્રણ ફોર્મ ભરાવ્યા. નિશ્ચિત ઉમેદવારો તરીકે ભાજપમાંથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા ઉપરાંત લીંબડીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વમંત્રી કિરીટસિંહ રાણાએ ત્રીજા ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. કોઈ ટેક્નિકલ કારણો સર ઉમેદવારનું ફોર્મ રત્તબાદલ થાય તો આવી સ્થિતિમાં ભાજપે કિરીટસિંહને ફોર્મ ભરાવ્યું હતું.
તો કોંગ્રેસમાં ગત રાત્રે ઘોષિત થયેલા નામ પ્રમાણે પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા અને એડવોકેટ અમી યાજ્ઞિકે પોતાની રાજ્યસભાની ઉમેદવારી કોંગ્રેસ તરફથી નોંધાવી હતી. સાથો સાથ કોઈ ઉમેદવારનું ફોર્મ રદ્દ થાય તો તેવી સ્થિતિમાં પી.કે.વાલેરાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે અમીબેન યાજ્ઞિકની ઉમેદવારીને લઈને મહિલા કોંગ્રેસના પ્રમુખ સહીત મહિલાઓમાં રોષ પ્રવર્તતા તેઓએ રાજીનામા ધરી દેવાની ચીમકી આપી છે.