GPSCની પરીક્ષાનું પરીણામ જાહેર
Live TV
-
બે વર્ષ કરતા પણ વધુ સમય લાંબી ચાલતી પ્રક્રીયા આ વખતે 363 દિવસમાં થઇ પુર્ણ.
સામાન્ય રીતે અત્યાર સુધી એવું બનતું આવ્યું છેકે, ગુજરાત જાહેર સેવા આયોગ ની ભરતી પરીક્ષાઓ લેવાયા પછી બે વર્ષ કરતા પણ વધુ સમય બાદ તેના પરિણામ આવતા હતા.આ વખતે પહેલી વાર એવું બન્યું છેકે, પારદર્શી પ્રક્રિયા થી લેવાયેલી પરીક્ષાના પરિણામ માત્ર 11 મહીનાં ના ટૂંકા ગાળામાં જ આવી ગયા છે.ગુજરાત જાહેર સેવા આયોગ દવારા નાયબ કલેકટરની 40 જગ્યા ડી.વ્યા.એસ.પી ની 28 મામલતદારની 69 સહિતની વિવિધ જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી. સમગ્ર રાજ્યમાંથી 2 લાખ 94 હજાર જેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. માત્ર 11 માસના ગાળામાં જ પરીક્ષા અને પરિણામો આવવાનો આ પહેલો સંયોગ બન્યો છે કે, પરિણઆમ ઉમેદવારોની અપેક્ષાએ ઘણા જ વહેલા આવ્યા છે. ગુજરાત સરકારની ગતિશીલ ગુજરાત સરકારની વહીવટીય પ્રક્રિયા સરળતાથી કેટલી ઝડપી બની છે તેનો આ પ્રત્યક્ષ નમૂનો છે.