12 માર્ચથી રાજ્યમાં ધોરણ -10 અને ધોરણ - 12ની પરીક્ષાનો પ્રારંભ
Live TV
-
આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા શરૂ.
આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પરીક્ષા 28 માર્ચે પૂર્ણ થશે, દસમા ધોરણમાં આજે ગુજરાતી અને અંગ્રેજી પ્રવાહમાં મુખ્ય વિષયની પરીક્ષાઓ યોજાઈ હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટનું પેપર લેવાશે. દસમાં ધોરણમાં રાજ્યના 11 લાખ 3 હજાર 674 વિદ્યાર્થી અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં 4 લાખ 76 હજાર 634 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 34 હજાર 671 વિદ્યાર્થીઓની કસોટી થશે. આમ કુલ 17 લાખ 14 હજાર 979 વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્ર માટે કુલ 135 ઝોનની વ્યવસ્થા ગોઠવાઈ છે. રાજ્યમાં કુલ 1 હજાર 548 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે, દરેક કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. દિવ્યાંગો માટે બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફલોર પર કરવામાં આવી છે. જયારે જેલના બંદીવાન વિદ્યાર્થીઓ માટે પણ વ્યવસ્થા છે. દ્રષ્ટિહીન પરીક્ષાર્થીઓને બ્રેઇલલીપીવાળા પેપરથી પરીક્ષા આપવાની બાબત પ્રથમવાર દાખલ કરવામાં આવી છે. આ પ્રસંગે દરેક વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી.