Skip to main content
Settings Settings for Dark

કચ્છના સરહદી વિસ્તારોમાં તીડ દેખાતાં તંત્રમાં દોડધામ મચી, જંતુનાશક દવાનો છંટકાવ કરાયો

Live TV

X
  • પડોશી જીલ્લાઓને પણ કરાયાં સતર્ક, રાજ્યમાં ફરી પાછુ તીડ ત્રાટકવાનું ઉભુ થયું સંકટ

    કચ્છના ભચાઉ તેમ જ રાપર પંથકના કેટલાક ગામોમાં દેખાયેલા રણઙ્ગ તીડને કારણે ફરી એક વાર ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.મોટી માત્રામાં ત્રાટકતા તીડ પાકનો સોથ વાળી નાખે છે. એટલે ખેડૂતોમાં ફફડાટ છે. ભચાઉ તાલુકાના કકરવા, કંથકોટ અને રાપર તાલુકાના રામવાવ, જેસડા ગામની આજુબાજુના વિસ્તારમાં રણ તીડ દેખાયા હતા.જયાં રણ તીડ દેખાયા છે, ત્યાં તીડ નિયંત્રણ માટે જરૂરી પગલાં ભરી દવાનો છંટકાવ આજે શરૂ કરી દેવાયો હોવાનું કહ્યું છે. જોકે, રણ તીડ ત્રાટકવાની આગાહી ૨૨ જૂન થી ૧૬ જુલાઈ દરમ્યાનની છે. પરંતુ અત્યારે પણ તીડ નો ઉપદ્રવ છૂટો છવાયો શરૂ થઈ ગયો છે. રાપરના વણોઈ,ખેંગારપર,સુવઈ,વજેપર,રામવાવ સહિતના ગામોમાં પણ તીડનો ઉપદ્રવ જોવા મળ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply