કચ્છમાં ભૂસ્તરશાસ્ત્રીઓનું સંશોધન, માતાના મઢની જમીન મંગળ ગ્રહ જેવી
Live TV
-
નાસાના વૈજ્ઞાનિકો પણ જમીનના પરીક્ષણ માટે લેશે કચ્છની મુલાકાત
કચ્છના ભૂસ્તરશાસ્ત્રીઓએ કચ્છમાં એક મોટુ સંશોધન કર્યુ છે. કચ્છમાં આવેલ માતાના મઢની જમીન મંગળ ગ્રહ જેવી જમીન હોવાનુ શોધી કાઢ્યુ,, ભૂસ્તરશાસ્ત્રીઓનુ માનવુ છે આ જમીન જેરોસાઈટ નામનુ ખનિજ તત્વ ધરાવતી જમીન છે અને આ ખનિજ મંગળની ધરતી પર જોવા મળે છે. આથી અમેરિકાની નાસા સંસ્થા આ જમીનનું સંશોધન કરશે. જેરોસાઈટ નાસા કે ઈસરોના મિશન મંગળ રોવર લેન્ડિંગ માટે અહીં અભ્યાસ હાથ ધરવામાં આવશે. આ જમીનના પરીક્ષણ માટે નાસાના વૈજ્ઞાનિકો પણ કચ્છ આવ્યા હતા. બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઈટ ધરાવતુ દુનિયાનું એકમાત્ર એવુ સ્થળ છે જ્યાં 7.2 કરોડ વર્ષ પહેલા કચ્છના માતાના મઢ વિસ્તારમાં ધરબાયેલુ છે.
