કચ્છમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે પોલીસ દળ દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી કરાયું સ્વાગત
Live TV
-
નલિયા એરબેઝ ખાતે એરફોર્સના જવાનો દ્વારા સુખોય-30 MKI પ્લેનની શક્તિનો પરિચય આપતા અવનવા કરતબનું દિલધડક નિદર્શન રાજયપાલએ કર્યુ હતું
કચ્છ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે પોલીસ દળ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. નલિયા એરબેઝ ખાતે એરફોર્સના જવાનો દ્વારા સુખોય-30 MKI પ્લેનની શક્તિનો પરિચય આપતા અવનવા કરતબનું દિલધડક નિદર્શન રાજયપાલએ કર્યુ હતું. આ તકે આચાર્ય દેવવ્રતજીએ સ્પેશિયલ ફોર્સના શસ્ત્ર સરંજામનું નિદર્શન કર્યું હતું તેમજ એરફોર્સમાં ફરજ બજાવતી મહિલાઓને ભારતનું ગૌરવરૂપે બિરદાવ્યા હતા. રાજ્યપાલએ નલિયા ખાતે ઈન્ડિયન કોસ્ટગાર્ડ કોલોનીમાં નવનિર્મિત સભાગૃહનું લોકાર્પણ કર્યું. ભારતીય તટ રક્ષક દળ ની ભૂમિકાની સરાહના કરતાં જણાવ્યું હતું કે, ભારતના સાડા સાત હજાર કિલોમીટરના દરિયા કિનારાને કોસ્ટગાર્ડના જવાનો સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. આ પ્રસંગે કલેકટર પ્રવીણા ડી.કે., સ્ટેશન કમાન્ડર ગ્રુપ કેપ્ટ્ન એમ. સીસોદીયા, નાયબ કલેકટર પ્રવીણ જૈતાવત, નિધિ સિવાચ, પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ તથા એરોફર્સના જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
