રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં ચાર સ્થળે ઓવરબ્રિજ અને એક સ્થળે અંડરબ્રિજ બનાવાશે
Live TV
-
પાંચ બ્રિજના કામની સમીક્ષા માટે મ્યુનિસિપલ કમિશનરે SITની રચના કરી
રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં ચાર સ્થળે ઓવરબ્રિજ અને એક સ્થળે અંડરબ્રિજ બનાવી રહી છે, પાંચ બ્રિજના કામની સમીક્ષા માટે મ્યુનિસિપલ કમિશનરે SITની રચના કરી છે. તમામ બ્રિજના કામની સમીક્ષા રોજેરોજ કરવામાં આવશે. મ્યુ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે શહેરમાં ખાતમુહૂર્ત કરવામાં આવેલા તમામ બ્રિજને લઈને આ કમિટી બનાવાઈ છે અને તેઓ રોજના કામની પ્રગતિ અંગે રિપોર્ટ આપશે. આજે જ લક્ષ્મીનગર બ્રિજની સમીક્ષા માટે મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ સ્થળ ની મુલાકાત લીધી હતી અને હવે દરરોજ ઓવરબ્રિજના કામની પ્રગતિ અને તેને લગતી બાબતો અંગે રિપોર્ટ મેળવીને નિર્ધારિત સમયે બ્રિજ કાર્યરત થાય એ જોવા માં આવશે
