Skip to main content
Settings Settings for Dark

વડોદરાનાં યુવાને એરપોર્ટ પર થતી બર્ડ હિટની ઘટનાને અટકાવવા માટે તૈયાર કર્યું ઈગલ પ્લેન

Live TV

X
  • વડોદરાનાં સ્થાનિક યુવાન પ્રિન્સ પંચાલે એરપોર્ટ પર થતી બર્ડ હિટની ઘટનાને અટકાવવા માટે ઈગલ પ્લેન તૈયાર કર્યું છે. પ્લેનને ટેક ઓફ તેમજ લેન્ડિંગ વખતે બર્ડ હિટની દુર્ઘટના થવાની સંભાવનાઓ રહેતી હોય છે, જેને નિવારવા એરપોર્ટ પર વિમાન આવવાના કે ઉપડવાના સમયે વિસ્ફોટકોનો ઉપયોગ કરી પક્ષીઓને ભગાડાય છે જેના કારણે પક્ષીઓનાં સ્વાસ્થ્યને ઘણું નુકસાન થતું હોય છે. આ નુકસાનને ટાળવા પ્રિન્સે ઈગલ પ્લેન તૈયાર કર્યું છે જે આબેહૂબ ઈગલ જેવું જ દેખાય છે અને તેમાંથી ઉત્પન્ન થતા અવાજના કારણે પક્ષીઓ તેની નજીક આવવાનું ટાળે છે.

    નોંધપાત્ર છે કે પ્રિન્સ ધોરણ 10ની પરીક્ષામાં પાંચ વખત નિષ્ફળ થયા પછી પણ હિમ્મત હાર્યો ન હતો, પ્લેનમાં જિજ્ઞાસા અને પોતાના દાદાની પ્રેરણાથી તેણે 40 જેટલા વિમાનોનાં મોડલ્સ બનાવ્યા અને હવામાં ઉડાવ્યા છે. આ પહેલા પ્રિન્સે સી પ્લેનનું મીનીએચર બનાવ્યું હતું જેની નોંધ PMOએ લીધી હતી અને તે અંગે ટ્વિટ પણ કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply