Skip to main content
Settings Settings for Dark

સિવિલ હોસ્પિટલના વેક્સિન કેન્દ્રમાં નવા ૩ વેક્સિન રૂમ તૈયાર કરાયા

Live TV

X
  • કોરોના રસીકરણના સાતમાં દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કરોમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો

    કોરોના રસીકરણના સાતમાં દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કરોમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલના વેક્સિન કેન્દ્રમાં નવા ૩ વેક્સિન રૂમ તૈયાર કરવામાં આવ્યા હતા. તો ગઇકાલે કુલ 762 આરોગ્યકર્મીને રસી આપવામાં આવી જેમાં સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના તબીબો, પેરામેડિકલ નર્સિંગ સ્ટાફ અને  સીક્યુરીટી કર્મીઓનો સમાવેશ થાય છે. આ સાથે 7 દિવસમાં રસીલેનાર આરોગ્યકર્મિઓની કુલ સંખ્યા 1 હજાર 403 થઈ છે. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદી, મેડિસીન, ફિઝીયોથેરાપી , નર્સિંગ સહિત વિવિધ વિભાગના વડા અને સિનિયર તબીબો હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply