કડીમાં ભગવાન જગન્નાથજીની 50 મી ભવ્ય રથયાત્રા નીકળી
Live TV
-
અષાઢી સુદ બીજનાં દિવસે ભગવાન જગન્નાથજી રથયાત્રાનું આયોજન છેલ્લા 50 વર્ષથી કરવામાં આવે છે. ગયા વર્ષે કોરોના મહામારીનાં હિસાબે રથયાત્રા થઇ શકી ન હતી પણ આ વર્ષે કોરોનાની બીજી લહેર પૂર્ણ થઇ ગયેલ છે ત્યારે હવે પછી સંક્રમણ ન થાય અને સરકારના કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે કડી દેત્રોજ રોડ ખાતે આવેલ નવા રામજી મંદિર પાસેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મંદિરની આજુ બાજુમાં રથનું પરિભ્રમણ કરીને ત્યાં રથયાત્રાને પૂર્ણ કરવામાં આવ્યું હતું.
નવા રામજી મંદિર ખાતે સવારે 8:30 કલાકે ભગવાન જગન્નાથજી મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની પૂજારી દ્ધારા શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાથે સંતો મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીનું પૂજા અર્ચના કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કોરોના જેવી બીજી ઘાતક લ્હેરને કારણે અને નિયમો મુજબ આ રથયાત્રા ખાલી મંદિરના પરિસરમાં ભ્રમણ કરીને રથયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આમ, તો દરેક વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબ જ ઉત્સાહપૂર્વક વાજતે ગાજતે નીકળવામાં આવતી હોય છે અને સાથે સાથે રથયાત્રામાં નિશાન ડંકા, ઘોડેસવારો, ઊંટલારી, અખાડાનાં ખિલાડી, બેન્ડવાજા, ભવ્ય રથ, ભજન મંડળીઓ સાથે નવા રામજી મંદિરથી નીકળી કડી શહેરનાં અલગ અલગ વિસ્તારમાં પરિભ્રમણ કરીને મંદિરમાં પરત ફરે છે.
