કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અડાલજ ખાતે શારદા મણી કોમ્યુનિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વામિનારાયણ મંદીર અડાલજ ખાતે શારદા મણી કોમ્યુનિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું. 2200 વ્યક્તિઓની ક્ષમતાવાળું આ સેન્ટર રુપિયા 11 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ મંદીર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી આ પ્લોટ ખાતે વિવિધ પ્રસંગોનું આયોજન કરવામાં આવે છે. કોરોના લોકડાઉનમાં આ ટ્રસ્ટ દ્વારા સતત ત્રણ મહીના સુધી આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જરુરીયાતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા ટુંક જ સમયમાં દરરોજના 500 લોકો માટે માત્ર 20 રુપિયા માં ભોજનની વ્યવસ્થા કરવામા આવશે તેમ જણાવાયું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, સ્વામિનારાયણ સંસ્થા આધ્યાત્મિક અને જનસેવા દ્વારા સમાજમાં સતત પોતાનું અભિન્ન યોગદાન આપી રહી છે અને આજે તેમના દ્વારા સમર્પિત આ કોમ્યુનિટી સેન્ટર જનતા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
