Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આજે કોરોનાનાં 32 નવા કેસ, 1 દર્દીનું મૃત્યુ 

Live TV

X
  • રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા 32 કેસ નોંધાયા હતા. જ્યારે 262 દર્દી સાજા થયા હતા. આજે અમદાવાદમાં 9, સુરતમાં 4, રાજકોટમાં 2, વડોદરામાં 3 અને કચ્છમાં 2 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 2 લાખ 54 હજાર 759 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.68 ટકા થયો છે. 

    દેશમાં કોરોનાનાં સંક્રમણની વાત કરીએ તો તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં નવા 37 હજાર 154 કેસ નોંધાયા છે. તેની સામે 39 હજાર 649 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થયેલા કુલ દર્દીઓનો આંક આજે 3 કરોડને પાર પહોંચ્યો છે. જો કે 24 કલાક દરમિયાન 724 લોકોનાં મૃત્યુ થયા હતા. સાજા થતા દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી રિકવરી રેટ પણ વધીને 97.22 ટકા પર પહોંચ્યો છે. હાલ દેશમાં 4 લાખ 50 હજારથી વધુ એક્ટિવ કેસ છે. દેશમાં કુલ રસીકરણનો આંક 37 કરોડ 73 લાખ થયો છે. ગઇકાલે દેશમાં 12 લાખ 35 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચુઅલ માધ્યમથી આવતીકાલે ઉત્તર- પુર્વોત્તર રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ સંદર્ભે સંવાદ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply