Skip to main content
Settings Settings for Dark

પાટણઃ રાધનપુરમાં 1000 લીટરની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું

Live TV

X
  • અષાઢી બીજના દિવસે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.

    અષાઢી બીજના દિવસે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે હવામાંથી પ્રતિ મિનીટ 1000 લીટર ઓક્સિજન બનાવી શકતો ઓક્સિજન જનરેશન પ્લાન્ટ બનાવવામાં કરવામાં આવ્યો. જેનાથી કોવિડ હોસ્પિટલ ખાતે હાલની ક્ષમતા કરતાં 90 કરતાં વધુ દર્દીઓને ઓક્સિજન સાથેની સઘન સારવાર આપી શકાશે.

    પાટણના સાંસદશ્રી ભરતસિંહ ડાભી તથા રાધનપુરના ધારાસભ્યશ્રી રઘુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યરત કરવામાં આવેલા આ પ્લાન્ટથી 90 કરતાં વધુ દર્દીઓને ઓક્સિજન સહિતની સારવાર આપી શકાશે. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારમાં વસતા લોકો સુધી ઉત્તમ આરોગ્ય સેવાઓ પહોંચાડવા કટીબદ્ધ છે. આજે રાધનપુર હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલો ઓક્સિજન જનરેશન પ્લાન્ટ રાધનપુર અને આસપાસના વિસ્તારના લોકોની સારવાર માટે ઉપયોગી નિવડશે. 

    વધુમાં કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આગામી વર્ષોની જરૂરિયાત મુજબ આરોગ્યલક્ષી સેવાઓ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહી છે. આગામી સમયમાં જિલ્લાના 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પ્રતિ મિનીટ 500 લીટર ઓક્સિજન તૈયાર કરવાની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. પાટણના સાંસદશ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, કોરોનાકાળમાં તમામ તબીબો અને તંત્રના અધિકારીઓ ઉપરાંત જનપ્રતિનિધિઓએ પણ દર્દીઓના જીવ બચાવવા શક્ય તેટલી જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવી. ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓની ગ્રાન્ટને કોવિડના દર્દીઓની સારવાર માટે વાપરવા નિર્ણય કરવામાં આવ્યો તેનાથી વધુને વધુ દર્દીઓના જીવ બચાવી શકાયા તેનો આનંદ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply