કરજણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર સભા સંબોધી હતી
Live TV
-
રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન વેગવંતુ બન્યું છે. કરજણમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના સમર્થનમાં જીતાડવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શિનોરના મોટા ફોફળિયા ગામે જાહેર સભા સંબોધી હતી.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય શૈલેષ મહેતા, કેતન ઈનામદાર, દુષ્યંત પટેલ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે શિનોર સેગવાનો માર્ગ રૂપિયા 12 કરોડના ખર્ચે વહેલી તકે તૈયાર થશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પેટા ચૂંટણીની તમામ આઠેય બેઠક પર ભાજપની જીત નિશ્ચિત હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
