પિતાની સારવાર માટે છોડી શિક્ષકની નોકરી, હવે વાર્ષિક 42 લાખની આવક કરે છે
Live TV
-
પશુપાલન માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ કાર્યરત છે. જેનો લાભ લઇને શિક્ષિત યુવક, યુવતીઓ અને મહિલાઓ સારી આવક મેળવવાની સાથે અન્યોને રોજગારી પણ આપી શકે છે.
પશુપાલનની શરુઆતમાં પારૂલબેનને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
આણંદ જિલ્લાના સારસા ગામના પારૂલબેન પટેલે ડબલ ગ્રેજયુએટ બન્યા પછી શિક્ષિકાની નોકરી મેળવી હતી. પરંતુ સંજોગોવશાત તેઓએ નોકરી છોડી દઇને પિતાની સારવારમાં સમય ફાળવ્યો હતો. ત્યારબાદ સમય મળતા તેમણે પિતાની માલિકીના પશુઓને સંભાળવાનું નક્કી કર્યુ હતું. પશુપાલનની શરુઆતમાં પારૂલબેનને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
વાર્ષિક રૂ. ૪ર લાખની આવક
કાયદાના સ્નાતક અને સુખસુવિધાના વાતાવરણમાં ઉછરેલા હોવા છતાંયે ગાયોનું ગોબર સાફ કરવું, માથે ટોપલા ઉપાડવા, ઘાસ-પાણી નીરવા સહિતના તમામ કામ તેઓ જાતે જ કરે છે. પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ તેઓએ છ વર્ષ અગાઉ પશુપાલન, પશુ ઉછેર શરુ કર્યો હતો. આજે તેઓ ૧ર૦ ગાયોની નિભાવણી રાખવા સાથે દરરોજ ૩૦૦ લીટર દૂધ ડેરીમાં જમા કરાવે છે. જેમાંથી વાર્ષિક રૂ. ૪ર લાખની આવક અને વર્ષે રૂ.૯ લાખ બોનસપેટે મેળવી રહ્યા છે. પશુપાલનના વ્યવસાય દ્વારા તેઓ પાંચ પરિવારોને રોજગારી આપી રહ્યા છે.
