Skip to main content
Settings Settings for Dark

ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને હાઇકોર્ટે આપી મોટી રાહત, હાઇકોર્ટે 2007 માં થયેલી આચારસંહિતાની ફરિયાદ રદ્દ કરી

Live TV

X
  • ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે પ્રદીપસિંહ જાડેજા સામે આજથી 13 વર્ષ પહેલા 2007 માં આચારસંહિતા ભંગ કરવાની ફરિયાદ રદ્દ કરી દીધી છે. તમને જણાવી દઇએ કે પ્રદીપસિંહ જાડેજા પર 2007 માં કોંગ્રેસે આચારસંહિતાની ફરિયાદ નોંધાવી હતી.

    વર્ષ 2007 માં કોંગ્રેસની અરજી પર મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ કોર્ટે પ્રદીપસિંહ જાડેજા પર ફરિયાદ નોંધવા પર હુકમ કર્યો હતો. જોકે પ્રદીપસિંહ જાડેજાએ એજ સમયે મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ કોર્ટના આ હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. પ્રદીપસિંહે રજૂઆત કરી હતી કે તેમના પર થયેલી ફરિયાત સદંતર ખોટી છે. જોકે લાંબા સમય બાદ હાઇકોર્ટે પ્રદીપસિંહ જાડેજા પર થયેલી આચારસંહિતાની ફરિયાદ રદ્દ કરી.

    જાણો શું હતો કેસઃ
    વર્ષ 2007 માં પ્રદીપસિંહ જાડેજા ચુંટણી પ્રચાર કરી રહ્યા હતા. તે સમયે ભાજપના ધારાસબ્ય હતા. તે સમયે તેમણે અસરવા વિસ્તારમાં પેમ્પ્લેટનું વિતરણ કર્યું હતું. આ સમયે આચારસંહિતા લાગુ હતી. જેના કારણે તે સમયે તત્કાલીન કોંગ્રેસ શહેર પ્રમુખ પંકજ શાહે વિરોધ નોંધાવ્યો હતો અને ચુંટણી પંચમાં સહિત પ્રદીપસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી.

    જાણો, તે સમયે કોંગ્રેસે શું કહ્યું હતું
    નવરાત્રી દરમિયાન 10 ઓક્ટોબરના રોજ અસારવા વિસ્તારમાં ગરબાના આયોજન દરમિયાન પ્રદીપસિંહ દ્વારા મુદ્રક અને પ્રકાશકના નામના ઉલ્લેખ વગરની પત્રિકાઓનું વિતરણ કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત માતાજીની આરતીના પેમફ્લેટ છપાવી તેના પર પ્રદીપસિંહ અને નરેન્દ્ર મોદીની તસ્વીર પણ છપાવી હતી. તેવા મુદ્દા ટાકવામા આવ્યા હતા.

    કોંગ્રેસના તે સમયના શહેર પ્રમુખ પંકજ શાહની ચુંટણી આચારસંહિતાની ફરિયાદ બાદ ચુંટણી પંચે પણ આ કેસમાં તપાસ કરી હતી. તપાસ બાદ ડિસ્ટ્રીકટ કલેકટર અને ઇલેક્શન ઓફિસરે રજૂ કરેલા પુરાવાના આધારે મેટ્રોપોલિટન કોર્ટે, પ્રદીપસિંહ સામે ક્રિમિનલ કેસ નોંધવા આદેશ કર્યો હતો. તેને લઈને હાઇકોર્ટમાં પ્રદીપ સિહે અપીલ કરી હતી અને આજે હાઈકોર્ટે તેમની સામેની ફરિયાદ રદ કરતાં મોટી રાહત આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
apply