કરાઈ પોલીસ અકાદમી ખાતે ઓપન હીયરીંગ કાર્યક્રમનો પ્રારંભ
Live TV
-
પોલીસ અકાદમી કરાઇ ખાતે માનવ અધિકારને લગતા કેસોના નિકાલ માટે, કેમ્પ અને ઓપન હીયરીંગના બે દિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પોલીસ અકાદમી કરાઇ ખાતે માનવ અધિકારને લગતા કેસોના નિકાલ માટે, કેમ્પ અને ઓપન હીયરીંગના બે દિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમમાં માનવ અધિકાર આયોગના ચેર પર્સન, શ્રી એચ એલ દત્તુ ઉપસ્થિત રહ્યા હતા.
એચ.એલ. દત્તુએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દીવ-દમણ અને દાદરા નગર હવેલીના, પ્રજાજનોની માનવ અધિકારને લગતી અરજીઓ સ્વીકારીને તેનો ઝડપથી ઉકેલ લાવવામાં આવશે. આ મંચના માધ્યમથી લોકો તેમના માનવ અધિકાર અંગેની રજૂઆત યોગ્ય અધિકારી સમક્ષ કરીને ન્યાય મેળવી શકશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
