Skip to main content
Settings Settings for Dark

કાકરાપાર એટોમિક પાવર સ્ટેશને 700 મેગાવોટની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરી

Live TV

X
  • ભારતના પ્રથમ સૌથી મોટા સ્વદેશી નિર્મિત 700 મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ યુનિટ-3 એ, તારીખ 30-08-2023 થી 700 મેગાવોટની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરેલ છે. નેશનલ ગ્રીડ દ્વારા ગુજરાત અને આસપાસ ના આવેલા રાજ્યોને વીજળી પૂરી પાડે છે. આ ભારતના સ્થાનિક નાગરિક પરમાણુ કાર્યક્રમની ઐતિહાસિક ક્ષણ છે અને તે આપણી વૈજ્ઞાનિક અને ઉચ્ચતમ તકનીકની ક્ષમતા પણ દર્શાવે છે.  

    કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન એ ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સ્થિત એક પરમાણુ પાવર પ્લાન્ટ છે અને ભારત સરકારના ઉપક્રમ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL), દ્વારા સંચાલિત છે, જે પરમાણુ ઉર્જા દ્વારા વીજ ઉત્પાદન માટે જવાબદાર છે. કાકરાપાર ગુજરાત સાઇટમાં ચાર દબાણયુક્ત ભારે પાણીના રિએક્ટરનો સમાવેશ થાય છે, એટલે કે બે 220 મેગાવોટ ના કુલ 440 મેગાવોટ અને બે 700 મેગાવોટના એવા 1,400 મેગાવોટ પાવરના યુનિટ આવેલા છે.

    કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન યુનિટ-3 દ્વારા પૂર્ણ ક્ષમતાના ઉત્પાદનની સિદ્ધિ એ કાકરાપાર ગુજરાત સાઇટ માટે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે અને રાષ્ટ્ર માટે સલામત, વિશ્વસનીય અને ટકાઉ વીજશક્તિ પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.  ભારતના ઊર્જા ના ક્ષેત્રમાં મુખ્ય ખેલાડી તરીકે, વીજળીની વધતી જતી માંગને પહોંચી વળવામાં કેએપીએસ નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને દેશના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરે છે.  700 મેગાવોટ ઉત્પાદનની આ સિદ્ધિ સમર્પણ અને સખત મહેનતનું પરિણામ છે.  KAPS ખાતેના કુશળ કર્મચારીઓ, જેમણે પ્લાન્ટનું સંચાલન અને જાળવણી, સલામતી અને કામગીરીના ચોક્કસ ધોરણોને પુર્ણ રૂપે અનુસરી, ટીમના અથાક પ્રયાસો સાથે ખંતપૂર્વક કરી છે, જે સ્ટેશનની અવિરત કામગીરી સુનિશ્ચિત કરવામાં નિમિત્ત છે.

    આ નોંધપાત્ર સિદ્ધિ પર વધુ માહિતી આપતા સુનિલ કુમાર રોય, સાઇટ ડિરેક્ટર, કાકરાપાર ગુજરાત સાઇટે જણાવ્યું હતું કે, અમે આ સિદ્ધિ માટે અમારા ઉચ્ચ કુશળ કર્મચારીઓના પ્લાન્ટની સલામત અને કાર્યક્ષમ કામગીરી અને અતૂટ સમર્પણ માટે આભારી છીએ. આ માઇલસ્ટોન પૂર્ણ થવાથી પરમાણુ ક્ષેત્રે અગ્રેસર તરીકે KAPS ની સ્થિતિ વધુ મજબૂત બને છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply