Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં પેક્સને બહુહેતુક બનાવવા માટે સમીક્ષા બેઠક યોજાઈ

Live TV

X
  • ગાંધીનગર ખાતે ગુજરાતમાં પેક્સને બહુહેતુક બનાવવા તથા પેક્સ થકી લોકોને સુવિધા પૂરી પાડવા માટે યોજાયેલી સમીક્ષા બેઠકમાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા ગુજરાતની જેમ તમામ રાજયમાં સહકારીતા માધ્યમ સક્રિય બને તે દિશામાં મક્કમતાથી આગળ વઘી રહ્યા છીએ. કેન્દ્રીય સહકાર મંત્રી દ્વારા દેશના ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાના ઉમદા આશયથી પેક્સને બહુહેતુક બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

    તેમણે ઉમેર્યું હતું કે, પેક્સ થકી ગ્રાહક સેવાઓ, ખાતર વિતરણ સુવિધા, મત્સ્ય ઉદ્યોગ, પેટ્રોલ ડીઝલ વેચાણ, ડિજિટલ સર્વિસ જેવી અનેક સેવાઓને સાંકળવામાં આવશે. જે ગામમાં જનસંખ્યા ઓછી છે અથવા પેકસ શક્ય નથી, તેવી માહિતી પણ એકઠી કરી તેની આંકડાકીય વિગત આપવા પણ કહ્યું હતું. તેમણે રજિસ્ટ્રારોને સહકારી મંડળીમાં જે સભાસદોનું અવસાન પામ્યા છે. તેમના નામ દૂર કરવા જણાવ્યું હતું. જેમાં ગુજરાતમાં ૩,૭૨,૧૨૨ સભાસદોનું અવસાન થયું છે. ૨,૦૬,૨૯૩ સભાસદો રદ કરવામાં આવ્યા છે. ૧,૬૫,૮૨૯ સભાસદો રદ કરવાના બાકી છે. તેમજ નાની મોટી મંડળીઓ બંઘ થઇ છે કે ફંડચામાં ગઇ છે. તેનો યોગ્ય નિકાલ કરવા પણ જણાવ્યું હતું. 

    પેક્સને જન ઔષધિ કેન્દ્રો તરીકે નોંધણી અંગે, PMKSK કિસાન સમૃદ્ધિ કેન્દ્ર (જૈવિક ખાતર, ઓર્ગેનિક ખાતર) તરીકે પેક્સ કક્ષાએ ચલાવવા, ગ્રામ્ય પાઈપ વોટર સપ્લાય સિસ્ટમના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે પેક્સને કામગીરી સોંપવા, મલ્ટી સ્ટેટ કો.ઓપ.સોસાયટીમાં મંડળીઓને સભાસદ બનાવવા બાબત, સહકારી મંડળીઓમાં અવસાન પામેલ સભાસદોને દૂર કરવા, ૭ વર્ષથી સ્થગિત હોય તેવી સહકારી મંડળીઓને ફડચામાં લઈ જવા- નોંધણી રદ કરવા, ઓડીટ કામગીરીની, ઇ–કોઓપરેટીવ MIS પોર્ટલ પર થયેલ ડેટા એન્ટ્રીની સમીક્ષા,  પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના,  ઈ-નામ યોજનામાં ઈ-ટ્રેડની પ્રગતિ,  ઇ–સરકારની કામગીરી તથા e-sign ની કામગીરી બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ સહિત તમામ જિલ્લાના રજીસ્ટાર ઉપસ્થિત રહ્યા હતા. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply