કામરેજ, ઓલપાડ તથા પલસાણા તાલુકાના રૂ.ર૬.૧૩ કરોડના ૭૪૦ આવાસોનું કરાયું ખાતમુહૂર્ત
Live TV
-
સુશાસનના પાંચ વર્ષ, સૌના સાથ અને સૌના વિકાસના’’ ૭મી ઓગષ્ટ, ‘‘વિકાસ દિવસ’’ સુડા દ્વારા કામરેજ, ઓલપાડ, ચોર્યાસી તથા પલસાણા તાલુકાના ૯૬૮ લાભાર્થીઓને રૂા.૩૮.૧૧ કરોડના આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. કામરેજ, ઓલપાડ તથા પલસાણા તાલુકાના રૂા.ર૬.૧૩ કરોડના ખર્ચે સાકાર થનારા ૭૪૦ આવાસોનું ખાતમુહૂર્ત કરાયું. ભારતમાં સૌપ્રથમ વાર અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષમાં ૩૯૩ ભાડૂઆતોને ભાડાનાં મકાનોની ચાવી અર્પણ કરવામાં આવી. ઓલપાડની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ૧ વર્કશોપ તથા ૩ થિયરી રૂમોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા 'વિકાસ દિવસ'ના અવસરે લાભાર્થીઓને આવાસોની ભેટ આપવામાં આવી.
