કાળઝાળ ગરમીમાં ડાંગમાં ગરમાળો સોળે કળાએ ખિલ્યો
Live TV
-
આયુર્વેદિક અનેક મહત્તવ ધરાવતા ગરમાળાના વૃક્ષો ડાંગના જંગલોને શોભાયમાન બનાવી રહ્યા છે.
ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમીમાં મોટાભાગે વૃક્ષોના પાન ખરી જતાં હોય છે અને રસ્તા પર સૂકાયેલાં ઝાડ જ વધુ જોવા મળતા હોય છે. મહાકાય વૃક્ષો પણ સૂકાં થતાં લોકો છાંયડો મેળવવા માટે ફાંફે ચડી જતા હોય છે.
એવામાં હાલની કાળઝાળ અગન જ્વાળા વરસાવતી ગરમીમાં ડાંગ જિલ્લામાં ગરમાળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આયુર્વેદિક અનેક મહત્તવ ધરાવતા ગરમાળાના વૃક્ષો ડાંગના જંગલોને શોભાયમાન બનાવી રહ્યા છે.
ડાંગમાં ઉગતા ગરમાળાના વૃક્ષોના પાન અને સિંગ માવાનો વૈધ લોકો ઔષધી તરીકે ઉપયોગ કરતા હોય છે. ડાંગ વૈધો પણ ગરમાળાના પાનનો અને સિંગનો પોતાની દવા બનાવવામાં ઉપયોગ કરતા હોય છે. ગરમાળાના ઝાડમાં પીળા રંગના સુંદર ફૂલો આવતા હોવાથી તે એકદમ રમણીય દેખાય છે.
