Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચાલી રહેલી કામગીરીનું કર્યું નીરિક્ષણ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે સમગ્ર જળ સંચયનો કાર્યક્રમ જનભાગીદારીથી ચાલી રહ્યો છે. હાલમાં છ હજાર તળાવોને ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે. હવે આ લક્ષ્ય 13 હજાર સુધી લઈ જવામાં આવશે

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કુમારડી ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચાલી રહેલી કામગીરીનું નીરિક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર જળ સંચયનો કાર્યક્રમ જનભાગીદારીથી ચાલી રહ્યો છે. હાલમાં છ હજાર તળાવોને ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે. હવે આ લક્ષ્ય 13 હજાર સુધી લઈ જવામાં આવશે. જેથી વરસાદની પાણીનો મહત્તમ સંગ્રહ થઈ શકે. દરમિયાન ગઈકાલે મુખ્યમંત્રીએ ખેડા જિલ્લાના આખડોલ ખાતે પાણીની અછતને ટાળવા અને જળનો સંગ્રહ કરવા, ચાલુ મહિનાથી જ મલીન જળના શુદ્ધિકરણની પોલિસી જાહેર કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ પાણીને પ્રદૂષિત કરનારા સામે GPCBના માધ્યમથી કડક પગલાં લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ આખડોલમાં રૂપિયા 3.25 કરોડના ખર્ચે સરકારી આરોગ્ય કેન્દ્રના નિર્માણ કાર્યોને ખુલ્લા મૂક્યા હતા. સાથે જ પીપળાતા અને આખડોલના તળાવોની ઉંડાઈ વધારવાના કામોનો પ્રાંરભ કરાવી, મનરેગાના શ્રમિકોને સુખડીનું વિતરણ કર્યું હતું...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply