જાપાનના ટ્રાન્સપોર્ટ મંત્રી કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાતે
Live TV
-
માસાતોશી અકીમોટોની સાથે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ (MEGA) કંપનીનો ટેકનિકલ સ્ટાફ, અમદાવાદના DRM તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ - મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેનનું કામ હાલ અમદાવાદમાં ચાલી રહ્યું છે. ત્યારે તેની કામગીરીની સમીક્ષા કરવા માટે તેમજ ચાલી રહેલા બુલેટ ટ્રેન અને મેટ્રોના પ્રોજેકેટની કામગીરી નિહાળવા જાપાનના ટૂરિઝમ અને ટ્રાન્સપોર્ટ મંત્રી માસાતોશી અકીમોટોએ કાલપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.
માસાતોશી અકીમોટોની સાથે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ (MEGA) કંપનીનો ટેકનિકલ સ્ટાફ, અમદાવાદના DRM તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માસાતોશી અકીમોટો એ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ જાપાન માટે પણ ખૂબ જ મહત્વનો છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, બંને દેશોના સંબંધ આ ટ્રેન પ્રોજેક્ટને લઈને વધુ મજબૂત થઈ રહ્યા છે. હાઈ સ્પીડ ટ્રેનની ભારતના લોકોની અપેક્ષા ઝડપથી પૂરી કરવામાં આવશે. ઉપરાંત તેમણે મેટ્રો ટ્રેનની ચાલી રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
