વાવાઝોડા મામલે ગુજરાત સરકારે આગમ ચેતવણી રૂપે બેઠક બોલાવી
Live TV
-
ગુજરાત સરકારના મુખ્ય સચિવ જે.એન. સિંઘના અધ્યક્ષ સ્થાને વહિવટી તંત્રની સજ્જતા ચકાસવા મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી.
ભારતના ઘણા રાજ્યોમાં આવેલા વાવાઝોડાના પગલે 100થી વધારે લોકોના મોત થયા હતા. આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના મુખ્ય સચિવ જે.એન. સિંઘના અધ્યક્ષ સ્થાને વહિવટી તંત્રની સજ્જતા ચકાસવા મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકાર અને લશ્કરની ત્રણેય પાંખના વડા તથા વહિવટી તંત્રના અધિકારીઓ વગેરે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આગામી 15 તારીખથી રાજ્યમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. જયંત સરકારે જણાવ્યું હતું કે, ચોમાસાની શરૂઆત જૂનના પ્રથમ સપ્તાહથી કેરળથી થશે અને ગુજરાતમાં જૂનના છેલ્લાં સપ્તાહમાં ચોમાસાનું આગમન થશે.
