લાખોટા મ્યુઝિયમનું અઢી કરોડના ખર્ચે નવિનીકરણ કરાયુ
Live TV
-
ભૂતકાળમાં ધરતીકંપ અને વાવાઝોડામાં જર્જરિત થઈ ગયેલા જામનગરના 175 વર્ષ જૂના લાખોટા તળાવનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું.
ભૂતકાળમાં ધરતીકંપ અને વાવાઝોડામાં જર્જરિત થઈ ગયેલા જામનગરના 175 વર્ષ જૂના લાખોટા તળાવનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું. લાખોટા તળાવનું બ્યુટિફિકેશન કર્યા બાદ તેની મધ્યમાં આવેલ લાખોટા મ્યુઝિયમનું, રૂપિયા અઢી કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત, રાજ્ય સરકાર દ્વારા વધુ ગ્રાન્ટ ફાળવી, રૂપિયા 18 કરોડના ખર્ચે લાખોટા મ્યુઝિયમને સજાવવામાં આવ્યું હતું. હાલાર વિસ્તારમાં મળતાં શંખજીરૂં અને રેતી સહિત સામગ્રીઓનો ઉપયોગ કરી ઓર્થોડોગો પદ્ધતિથી આની મરમ્મત કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી વિધિવત રીતે લાખોટા મ્યુઝિયમને ખુલ્લું મૂકશે. અહીં લાઈટ અને મ્યુઝિક શોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
