Skip to main content
Settings Settings for Dark

પાણીની અછતને ટાળવા જળના શુદ્ધિકરણની પોલિસી જાહેર કરાશે

Live TV

X
  • પાણીની અછતને ટાળવા અને જળનો સંગ્રહ કરવા, ચાલુ મહિનાથી જ મલીન જળના શુદ્ધિકરણની પોલિસી જાહેર કરવાનો ઉલ્લેખ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડાના આખડોલ ખાતે કર્યો હતો.

    પાણીની અછતને ટાળવા અને જળનો સંગ્રહ કરવા, ચાલુ મહિનાથી જ મલીન જળના શુદ્ધિકરણની પોલિસી જાહેર કરવાનો ઉલ્લેખ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડાના આખડોલ ખાતે કર્યો હતો. તેમજ પાણીને પ્રદૂષિત કરનારા સામે GPCBના માધ્યમથી કડક પગલાં લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ આખડોલમાં રૂપિયા 3.25 કરોડના ખર્ચે સરકારી આરોગ્ય કેન્દ્રના નિર્માણ કાર્યોને ખુલ્લા મૂક્યા હતા. સાથે જ પીપળાતા અને આખડોલના તળાવોની ઉંડાઈ વધારવાના કામોનો પ્રાંરભ કરાવી મનરેગાના શ્રમિકોને સુખડીનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પાણીની સમસ્યાને ગંભીરતાથી લેતા, ભારતમાં સર્વપ્રથમ ગુજરાતે જળસંચય અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply