કુંભત એડવાયઝર પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડતો G.S.T. વિભાગ
Live TV
-
G.S.T.ના અધિકારીઓએ કંપની દ્વારા પ્રોજેકટમાં લોન પ્રોવાઇડ અંગેના દસ્તાવેજો કબજે લઈ ચકાસણી હાથ ધરી છે. જેને લઈ અન્ય ટેક્સ ચોરોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા કુંભત એડવાયઝર પ્રાઇવેટ લિમિટેડ પર G.S.T. વિભાગે દરોડા પાડ્યા હતા. G.S.T.ના અધિકારીઓએ કંપની દ્વારા પ્રોજેકટમાં લોન પ્રોવાઇડ અંગેના દસ્તાવેજો કબજે લઈ ચકાસણી હાથ ધરી છે. જેને લઈ અન્ય ટેક્સ ચોરોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.તપાસ દરમ્યાન મોટી ટેક્સ ચોરી બહાર આવે તેવી શકયતા પણ હાલ સેવાઇ રહી છે. કુંભત એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ગુજરાતમાં લોનનું મોટુ કામકાજ ધરાવે છે. દરોડાની કામગીરીમાં અધિકારીઓએ કંપનીના કેટલાક દસ્તાવેજો કબજે કરી ચકાસણી શરૂ કરી દીધી છે.
