કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ નિર્માણ ખાતા ફાળવ્યા
Live TV
-
ભાજપમાં જોડાયેલા કુંવરજી ભાઈ બાવળિયાએ પાણી પુરવઠા પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. પદભાર સંભાળ્યા બાદ પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મારા પર જે વિશ્વાસ મૂકીને જવાબદારી સોંપી છે તેને હું મારા અનુભવના નિચોડ દ્વારા નિષ્ઠા પૂર્વક બજાવીશ. તેમજ આ વિભાગની યોજનાઓનો લાભ અંતરિયાલ વિસ્તારો સુધી પહોંચાડવા સંનિષ્ઠ પ્રયાસ કરીશ
