Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીની ઉપસ્થિતિમાં જાપાનીઝ બિઝનેસ સેન્ટરનો શુભારંભ

Live TV

X
  • આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જાપાનના ,આ જેટ્રો બિઝનેસ સેન્ટરથી જાપાન અને ગુજરાતના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બનશે તેમજ ગુજરાતના વિકાસ સાથે સ્થાનિક કક્ષાએ યુવાનોને સક્ષમ રોજગારી ,ઉપલબ્ધ બનશે. 

    મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં, અમદાવાદમાં જેટ્રો એટલે કે જાપાનીઝ બિઝનેસ સેન્ટરનો વિધિવત શુભારંભ થયો છે. આ ભારતનું સૌથી મોટું બિઝનેસ સપોર્ટ સેન્ટર છે. જે ગુજરાતમાં કાર્યરત થયું છે. આ પ્રસંગે જેટ્રોના સીઈઓ અને ચેરમેન, હિરોયુકી ઇસીજીએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

    આ ઉપરાંત ,ઇન્ડો-જાપાનના વેપારીઓ પણ ,આ પ્રસંગે હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તેઓએ ભારત-જાપાનના કેટલાંક વ્યાપારિક કરારો કર્યા હતા. આ સેન્ટર દ્વારા 2020 સુધીમાં ગુજરાતમાં 3 બિલીયન યુ.એસ.ડોલરના રોકાણો અને જાપાનીઝ ઉદ્યોગો આવે તેમ શક્યતા છે. 

    આ પ્રસંગે જાપાનની 15 જેટલી કંપનીઓએ ગુજરાત સાથે ઇન્ટરેસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ના MOU કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જાપાનના ,આ જેટ્રો બિઝનેસ સેન્ટરથી જાપાન અને ગુજરાતના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બનશે તેમજ ગુજરાતના વિકાસ સાથે સ્થાનિક કક્ષાએ યુવાનોને સક્ષમ રોજગારી ,ઉપલબ્ધ બનશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply