કૃષિ ક્ષેત્રે સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડવામાં ગુજરાત દેશમાં મોખરે
Live TV
-
ગુજરાતે એક જ દિવસમાં વિક્રમજનક દસ કરોડ યુનિટથી વધુ વિજળી પૂરી પાડી..
રાજ્યના ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રે સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડી ગુજરાતે દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. ઉપરાંત ગુજરાતે એક જ દિવસમાં વિક્રમજનક 10 કરોડ યુનિટથી વધુ વીજળી કૃષિ ક્ષેત્રે પૂરી પાડીને કૃષિ હિત લક્ષી સરકાર તરીકે વધુ એક સિદ્ધિ મેળવી છે.
ગુજરાત ભૌગોલિક રીતે અન્ય રાજ્યોની સરખામણીએ નાનુ રાજ્ય છે, છતાં ગુજરાતે કૃષિ ક્ષેત્રે સૌથી વધુ યુનિટ પુરા પાડ્યા છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, સરકાર ખેડૂતોના હિતો માટે શક્ય તે તમામ પગલા લેવા માટે કટિબદ્ધ છે.
